દર વર્ષે હજાર વૃક્ષો વાવવાનો કંપની દ્વારા સંકલ્પ લેવાયો મોરબી : મોરબી હરિયાળું બને અને સુંદર બને તેવા શુભ આશય સાથે મોરબીની વિડ્રેસ ઇન્ડિયા સિરામિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા આજથી 500 વૃક્ષો વાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ આ વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલશે.વિડ્રેસ ઇન્ડિયા સિરામિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર દિલીપભાઈ પરસોતમભાઈ કુંડારિયાના હસ્તે આજે 14 જૂન ને રવિવારના રોજ રફાળેશ્વર પાસે આવેલા કન્ટેનર યાર્ડમાંથી જવાનો રસ્તો છે જે હાઇવે સુધી જાય છે તે રસ્તે આજથી વૃક્ષો વાવવાની શરૂઆત કરવામાં આવી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસમાં આશરે 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સાથે જ કંપની દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે કે, દર વર્ષે વિવિધ જગ્યાએ આશરે 1 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ વર્ષે પણ કુલ 1 હજાર વૃક્ષો વાવવામાં આવશે. જેમાં 500 વૃક્ષો આજે અને આવતીકાલે આ રોડ પર વાવવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય 500 વૃક્ષો વિવિધ જગ્યાએ વાવવામાં આવશે.