મોરબી : આગામી તા. 3 મેના રોજ આંતરરાષ્ટ્રિય ઉર્જા દિવસનાં અનુસંધાને મોરબીમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા 'ઉર્જાના સ્ત્રોતોની માનવ શક્તિ પર અસરો' વિષય પર ઘરે બેઠાં પ્રશ્નોતરી વિડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત મોરબીમાં વી. સી. ટેક. હાઈસ્કૂલમાં આવેલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગામી તા. 3 મેના રોજ આંતરરાષ્ટ્રિય ઉર્જા દિવસનાં અનુસંધાને ઘરેબેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ઉર્જા અંગે જાગૃતિ લાવવાનો અને સમજદારીપૂર્વક ઉર્જાનો ઉપયોગ કરાવવાનો છે. આ સ્પર્ધામાં કેટેગરી મુજબ પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર લાવનાર શ્રેષ્ઠ ઉત્તરોને આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી જિલ્લાની યુ-ટ્યુબ, ફેસબુક તથા વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવશે. સ્પર્ધકોએ વિડીયો એલ.એમ.ભટ્ટ (87801 27202, 9824912230) અથવા દિપેન ભટ્ટ (97279 86386)ના વોટ્સએપ પર મોકલવાનો રહેશે. સ્પર્ધામાં એન્ટ્રી તા. 03/05/2021ના રોજ રાતે 9 કલાક સુધી કરી શકાશે. સ્પર્ધાની કેટેગરી નીચે મુજબ છે. કેટેગરી -1 (ધો-1,2,3,4) કે-1 :-પ્રશ્ન :- તમારાં ઘર માં ઉર્જા નાં ઉપયોગ અને ઉર્જા ની બચત વિશે જણાવો. કેટેગરી-2 (ધો-5,6,7,8) કે-2:-પ્રશ્ન:-ઉર્જા એ ભૌતિકશાસ્ત્ર નો માત્રાત્મક ગુણધર્મ છે .ઉર્જા સંરક્ષણ નો નિયમ એસ. આઈ.એકમ સાથે જણાવો. કેટેગરી-3 (ધો -9,10,11,12) કે-3:-પ્રશ્ન :-વિશ્વ માં સૌર ઉર્જા ક્ષેત્રે ભારત નું સ્થાન અને ભવિષ્ય જણાવો કેટેગરી -4 (કોલેજ નાં વિધાર્થીઓ શિક્ષકમિત્રો વાલીઓ...) કે-4:-પ્રશ્ન:-ઉર્જા નાં એકમ ની વ્યાખ્યા આપી ઉર્જા નાં વિવિધ સ્વરૂપો જણાવો