ઓરડીમાં દારૂ છુપાવી થતું હતું વેચાણ, બે આરોપીના નામ ખુલ્યા મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતા વિકી નામના એક શખ્સને સિટી એ ડિવિઝન પોલીસે 32 બોટલ સાથે દબોચી લઈ અન્ય બે શખ્સોના નામ ખોલાવવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વજેપર શેરી નંબર 15મા ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી વીકીભાઇ મહેશભાઇ શાહ, ઉ.22, રહે. મોરબી વાઘપરા શેરી નં-૦૨ વાળાને ઝડપી લઈ આરોપીની ઓરડીમાંથી રૂપિયા 12 હજારની કિમતની વિદેશી દારૂની 32 બોટલ કબ્જે કરી હતી. વધુમાં દારૂના આ ગોરખધંધામાં એજાજભાઇ ઉર્ફે ઠાકુર દાઉદભાઇ ચાનીયા રહે. મોરબી કબીર ટેકરી શેરી નં-2 અને અવેશભાઇ અયુબભાઇ કાસમાણી રહે. મોરબી કબીર ટેકરી શેરી નં-3ની સંડોવણી ખુલતા સિટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપી વિકીને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.