વાયબ્રન્ટ બિલ્ડકોનના ડિરેક્ટર જીતેન્દ્ર કથીરીયા સહિતની ટીમે મંત્રી સાથે મહત્વપૂર્ણ ચર્ચા સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું : 29 ઓગસ્ટે યોજાનાર કર્ટેઇન રેઈઝિંગ સેરેમની માટે આમંત્રણ પણ પાઠવ્યુંમોરબી : દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો વાયબ્રન્ટ બિલ્ડકોનની ટીમે વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની મુલાકાત લીધી હતી. જેમાં તેમને આગામી 29 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે આયોજીત કર્ટેઇન રેઈઝિંગ સેરેમની માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો વાયબ્રન્ટ બિલ્ડકોન - 2026'નું તા.29 એપ્રિલથી 2 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વાયબ્રન્ટ બિલ્ડકોનના ડિરેક્ટર જીતેન્દ્ર કથીરીયા સહિતની ટીમે રક્ષાબંધનના શુભપર્વ નિમિતે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વાયબ્રન્ટ બિલ્ડકોનને આવતા વર્ષે બહુ મોટા સ્કેલ પર લઈ જવા માટે મંત્રી પિયુષ ગોયલ દ્વારા શુભેરછાઓ પાઠવવામાં આવી તેમજ મહત્વપૂર્ણ પ્લાનિંગ, સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત 29 ઓગસ્ટે દિલ્હીમાં યોજાનાર કર્ટેઈમ રેઇઝિંગ સેરેમની માટે મંત્રી પિયુષ ગોયલને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આ અંગે વાયબ્રન્ટ બિલ્ડકોનની ટીમે જણાવ્યું કે આજની સરકાર દેશના વિકાસ માટે ખૂબ ચિંતિત છે તેની ઝાંખી પણ અહીં જોવા મળી, જ્યારે પૂરા દેશમાં રક્ષાબંધન પર્વની રજા છે. ત્યારે સરકાર પણ દેશને અલગ કક્ષાએ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય માટે જ્યારે બહુ મોટું એક્ઝીબિશન થવા જઈ રહ્યું છે ત્યારે મંત્રી પિયુષ ગોયલે રજાના દિવસે પણ પોતાનું માર્ગદર્શન આપવા કિંમતી સમય કાઢ્યો તેના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ.