યશોભૂમિ ખાતે ભારતનો આ સૌથી મોટો બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો ચાર દિવસ ચાલશે : 250થી વધુ પ્રદર્શકો, 700થી વધુ વૈશ્વિક ખરીદદારો અને 50,000થી વધુ સ્થાનિક મુલાકાતીઓ લેશે ભાગ રાજકોટ : ભારતનો સૌથી મોટો બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લ્યુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા 13 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવશે. આ એક્સપો ગ્લોબલ કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટેનો ઐતિહાસિક હશે, જેમાં 250થી વધુ પ્રદર્શકો, 50,000થી વધુ સ્થાનિક મુલાકાતીઓ અને 700થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો 27,000 ચો.મી.થી વધુ વિસ્તાર ધરાવતા એક્ઝિબિશન એરિયામાં ભાગ લેશે.એક્ઝિબિશન માટે એક કર્ટન રેઇઝર કાર્યક્રમ તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયો હતો, જેમાં ઉદ્યોગના અગ્રણીઓ જેમ કે વાયબ્રન્ટ બિલ્ડકોનના ડિરેકટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્દ્રભાઈ કથીરિયા, વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય, કેપેક્સિલના ચેરપર્સન રમેશ મિત્તલ, કેપેક્સિલના વાઇસ ચેરમેન અને મેમ્બર બોર્ડ ઓફ ટ્રેડ (ભારત સરકાર)ના મેમ્બર નિલેશ જેતપરિયા કેપેક્સિલના સચિવ હરપાલસિંહ, કેપેક્સિલના પ્રદેશ કમિટી મેમ્બર નરેન્દ્ર સંઘાત, ગ્લોબલ બિઝનેસ હેડ ઉપસ્થિત રહ્યા હતા.આ એક્સપો અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ, યુકે, સ્પેન, યૂએઈ સહિત ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને અન્ય અનેક પ્રદેશોમાંથી 60થી વધુ દેશોના ખરીદદારોને એકત્ર કરશે. આ એક્સપો ભારતીય નિર્માતાઓ માટે અભૂતપૂર્વ નિકાસ, ઓઇઇએમ (ઓઈએમ) અને જ્વૉઇન્ટ વેન્ચરનાં અવસરો ઉપલબ્ધ કરાવશે.બોલીવુડ આઇકન સુનીલ શેટ્ટીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સમાવતી, વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 ભારતીય બિલ્ડીંગ મટિરિયલ્સ ઉદ્યોગ માટે એક ગેમ-ચેન્જર સાબિત થવાની તૈયારીમાં છે, જે વૈશ્વિક સ્તરે એક પ્રીમિયમ મંચ પ્રદાન કરશે.ભારતનું કન્સ્ટ્રક્શન માર્કેટ, જે હાલમાં (2023માં) યુએસડી 884.72 બિલિયનના મૂલ્યે છે, હવે ઝડપી વૃદ્ધિના માર્ગે છે અને 2030 સુધીમાં તે યુએસડી 2,134.43 બિલિયન સુધી પહોંચી જશે તેવી અપેક્ષા છે, 2024થી 2030 દરમિયાન 12.6%ના વાર્ષિક વૃદ્ધિ દરે (સીએજીઆર) સાથે. ઝડપી શહેરીકરણ અને મોટા પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે રોડ, રેલવે અને ઔદ્યોગિક કોરિડોર્સ આ વૃદ્ધિને વેગ આપી રહ્યા છે.આ એક્સપો થકી સમગ્ર વિશ્વના ખરીદદારો ભારતની મેન્યુફેક્ચરિંગ શક્તિ અનુભવશે : વાયબ્રન્ટ બિલ્ડકોન ડિરેક્ટર્સવાયબ્રન્ટ બિલ્ડકોનના ડિરેક્ટર્સ જીતેન્દ્ર કાથીરીયા અને વિજય અઘારાએ સંયુક્ત રીતે જણાવ્યું કે 'આગામી ભવિષ્યને ધ્યાનમાં રાખી આગવી પ્રોડક્ટ લોન્ચ, ભાગીદારી અને ઈનોવેટિવ સોલ્યુશન્સ માટે, વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 એ એક શ્રેષ્ઠ મંચ બની રહ્યું છે – જેમાં અગ્રણી બ્રાન્ડ્સ અને ઇનોવેટર્સનો સહભાગીદારી રહ્યો છે. અમે સમગ્ર વિશ્વમાંથી ઉદ્યોગના નિષ્ણાતો, વેપારીઓ અને ખરીદદારોને ભારતની મેન્યુફેક્ચરિંગ શક્તિ અનુભવવા આમંત્રિત કરીએ છીએ.'વાયબ્રન્ટ બિલ્ડકોન બિલ્ડિંગ મટિરિયલ્સ ક્ષેત્રે ભારતની ક્ષમતાનું સાક્ષી બનશે : કેપેક્સિલ અધ્યક્ષકેપેક્સિલના અધ્યક્ષ રમેશ મિત્તલે જણાવ્યું કે 'ભારતનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બિલ્ડિંગ મટિરિયલ્સ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ સર્જી રહ્યો છે. કેપેક્સિલમાં, અમે નિર્માતાઓ અને નિકાસકર્તાઓને વિશ્વ મંચ પર તેમની શ્રેષ્ઠતા રજૂ કરવા માટે સંપૂર્ણ સમર્પિત છીએ. વાયબ્રન્ટ બિલ્ડકોન ભારતની આ ક્ષેત્રમાંની વૈશ્વિક ક્ષમતા માટે સાક્ષીરૂપ છે.'ભારતની સિરામિક ક્ષેત્રની ગુણવત્તા અને નવીનતા આખું વિશ્વ જોશે : કેપેક્સિલ ઉપાધ્યક્ષકેપેક્સિલના સિરેમિક પેનલના ઉપાધ્યક્ષ અને ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડના સભ્ય નિલેશ જેતપરીયાએ જણાવ્યું કે 'ભારતીય સિરામિક અને ટાઇલ્સ સેક્ટર ગુણવત્તા અને નવીનતાને કારણે વૈશ્વિક સ્તરે ખુબ જ સારી પ્રતિસાદ મેળવી રહ્યો છે. વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 આપણા વૈશ્વિક સંજાળને વધુ મજબૂત બનાવશે અને ભારતમાં સિરામિક્સ અને સંબંધિત ઉત્પાદનોમાં નેતૃત્વ દર્શાવવાનું વ્યૂહાત્મક અવસર પૂરું પાડશે.વૈશ્વિક ખરીદદારો તરફથી અભૂતપૂર્વ રસ જોવા મળ્યો : વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેસ હેડ વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેસ હેડ વિશાલ આચાર્યએ જણાવ્યુ કે આ વર્ષે વૈશ્વિક ખરીદદારો તરફથી અભૂતપૂર્વ રસ જોવા મળ્યો છે, જે વૈશ્વિક બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય ચેઇનમાં ભારતની વધતી જતી અસર દર્શાવે છે. વિદેશ વેપાર સંબંધો સ્થાપિત કરવા…