મોરબી : સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને સંસદમાં વીર મહાપુરુષ રાણા સાંગા વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઈને આવતીકાલે તારીખ 28 માર્ચના રોજ મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવશે.સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને 28 માર્ચે સવારે 11-15 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે અને સાંસદ રામજીલાલ સુમન જાહેરમાં માફી માગે અને તેમને પદ પરથી દુર કરે તેવી માગ કરવામાં આવશે. આ આવેદનપત્ર આપવા સમયે સૌ જવાબદાર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.