મોરબી : ગઈકાલે તારીખ 25 નવેમ્બરના રોજ અયોધ્યા સ્થિત રામ મંદિરના શિખર પર પ્રથમ વખત ધજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ધર્મ ધજા લહેરાવાની ખુશીમાં આજરોજ તારીખ 26 નવેમ્બર ને બુધવારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ સંગઠનો દ્વારા મોરબીના નગર દરવાજા ચોક ખાતે સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી તથા પ્રસાદ દ્વારા મોં મીઠા કરાવી આ ભવ્ય અવસરની ઉજવણી કરવામાં આવી હતી.