હળવદ: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ, હળવદ પ્રખંડ દ્વારા આજે તારીખ 22/11/2025ના રોજ, યુવાનોમાં જાગૃતિ લાવવાના હેતુથી 'રન ફોર હેલ્થ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની વર્તમાન યુવા પેઢીને વિદેશી તાકાતો દ્વારા ખોખલી કરવાના કથિત ષડયંત્રના વિરોધમાં અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આ દોડનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં હળવદની વિવિધ શાળાઓ જેવી કે સાંદિપની વિદ્યાલય, S.P. વિદ્યાલય, મંગલમ વિદ્યાલય, સરસ્વતી શિશુ મંદિર તેમજ મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કાનાણી, સમગ્ર પોલીસ સ્ટાફ, વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળના કાર્યકર્તાઓ તેમજ વિવિધ રાજકીય અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.આ દોડ સરસ્વતી શિશુ મંદિરથી શરૂ થઈને દરબારનાકા અને ગામની મુખ્ય બજારમાંથી પસાર થઈને બ્રાહ્મણની ભોજનશાળા ખાતે સમાપ્ત થઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ બજરંગદળના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.