ગણેશોત્સવ નિમિત્તે દર્શન અને આરતીનો લાભ લઈ 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' માટે હસ્તાક્ષર ફોર્મ અપાયામોરબી અપડેટ: મોરબી શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ, મોરબી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ પંડાલોની મુલાકાત લઈ દર્શન તથા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પાવન અવસરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા વિવિધ ગણેશ પંડાલોના સુંદર આયોજન બદલ આયોજકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ખેસ પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, ગૌમાતાના રક્ષણ અને સન્માનના હેતુથી ચલાવવામાં આવી રહેલા 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' ના હસ્તાક્ષર ફોર્મ પણ પંડાલના આયોજકોને આપવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #VishwaHinduParishad #BajrangDal #GaneshUtsav #GauSammanAbhiyan #GanpatiBappaMorya