મોરબી : સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે વેરાવળ યાર્ડમાં પાણી ભરાયા છે અને અનેક જગ્યાએ પાટા પરથી પાણી વહી રહ્યા છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ 20મી જુલાઈ, 2023ની વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન (16333) વેરાવળને બદલે અમદાવાદ સ્ટેશનથી ચલાવવાનો નિર્ણય લીધો છે. આમ આ ટ્રેન વેરાવળ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.