મોરબી: જૂનાગઢ ખાતે યોજાનાર ગિરનાર પરિક્રમા મેળા પર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૂકાયેલા પ્રતિબંધને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનને તાત્કાલિક અસરથી આજે 05/11/2025 થી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રદ કરવામાં આવેલ સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નં. 09226 વેરાવળ–ગાંધીગ્રામ સ્પેશિયલ અને ટ્રેન નં. 09225 ગાંધીગ્રામ–વેરાવળ સ્પેશિયલનો સમાવેશ થાય છે.