મોરબી અપડેટ : મુસાફરોની વધતી માંગ, મુસાફરીની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને આગામી સમયમાં પણ સરળ અને આરામદાયક રેલ મુસાફરીનો લાભ મળતો રહેશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે.ટ્રેન નંબર 09018 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલનું સંચાલન હવે 31 ઓગસ્ટ, 2026 સુધી કરવામાં આવશે. અગાઉ આ ટ્રેન 27 જુલાઈ, 2026 સુધી જ નોટિફાઇડ હતી. આ જ રીતે, ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ હવે 30 ઓગસ્ટ, 2026 સુધી ચલાવવામાં આવશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 26 જુલાઈ, 2026 સુધી નિર્ધારિત હતું. ટ્રેન નંબર 09018/09017 ના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 29 જુલાઈ, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.