મોરબી : અમદાવાદ સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનથી પસાર થનારી ટ્રેન નંબર 22958/22957 વેરાવળ-અમદાવાદ-વેરાવળ 'સોમનાથ એક્સપ્રેસ' તાત્કાલિક અસરથી 22 જૂન, 2023 સુધી વેરાવળથી રવાના થઈને સાબરમતી સ્ટેશન સુધી જશે અને રીટર્નમાં સાબરમતીથી જ શરૂ થઈને વેરાવળ જશે. ઉપરોક્ત બંને ટ્રેનો અમદાવાદ સ્ટેશને જશે નહીં જે બાબત સર્વે મુસાફરોએ ધ્યાને લેવા માટે પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ જણાવ્યું છે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]