જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વેલનાથ મંદિર ખાતે બેઠક યોજાય મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત શિરોમણી અને ધર્મગુરુ વેલનાથબાપુની જયંતિ ની ઉજવણી અંગે વેલનાથ મંદિર, માળીયા ફાટક પાસે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં મોરબી, ટંકારા, હળવદ,વાંકાનેરમાં ભવ્ય શોભયાત્રા કાઢી અને ધામધૂમથી વેલનાથબાપુની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના પ્રમુખ જગદીશભાઈ જી બાંભણીયા, તુલસીભાઇ પાટડિયા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ શંખેશરિયા, મનુભાઇ ઉપસરિયા,નિલેશભાઈ દેગામા, યોગેશજી ઠાકોર ,જયદિપજી ઠાકોર, જયંતિભાઈ ઘાટિલિયા, પ્રવીણ સારલા, સહિતના મોટી સખ્યામાં ઠાકોર સમાજ ના કાર્યકર્તા અને વડિલો ઉપસ્થિત રહ્યા હતા.