મોરબી : મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના પ્રમુખ ડી.કે.પટેલની અણધારી વિદાયથી સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. ત્યારે સંસ્થા ચલાવવા તેમના જેવા જ સંનિષ્ઠ અને સેવાભાઈ એવા વેલજીભાઈ ખોડાભાઈ ઉઘરેજાને ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી કરી જવાબદારી સોંપવામાં આવી છે. મોરબી ખાતે કાર્યરત કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી) શિક્ષણક્ષેત્રની સાથે સમાજ સેવા માટે સતત અગ્રેસર છે. કોરોના મહામારીમાં હજારો દર્દીઓની સારવાર સુશ્રુશા કરનાર આ સંસ્થાના પ્રમુખ સ્વ. ડી.કે. પટેલ વર્ષોથી પોતાની સેવા આપેલ જે ભુલી શકાય તેમ નથી ત્યારે તાજેતરમાં કોરોના કાળમા તેઓ રામચરણ થયાબાદ આ સંસ્થાને ચલાવવા માટે એમના જેવાજ સેવાભાવી સંચાલકની જરૂરિયાત હોવાથી સર્વાનુંમતે વેલજીભાઇ ખોડાભાઈ ઉધરેજાની કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર (નદી)ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.