ખેડૂતોને ૩૪. ૪ ટકા જેટલો બાકી વીમો અઠવાડિયા સુધીમાં ચુકવવામાં આવશે મોરબી : મોરબી તાલુકાની વેજલપુર મંડળીના ૪૨૫ ખેડૂતોનો વર્ષ ૧૯૯૯ના પાક વિમાનો બાકીનો ૩૪.૪ ટકા ક્લેમ ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. જેથી મંડળીનું સભ્યપદ ધરાવતા ૪૨૫ જેટલા ખેડૂતોને આગામી અઠવાડિયે બાકીનો વીમો ચુકવવામાં આવશે. વેજલપુર સહકારી મંડળીના મંત્રી સંજયભાઈએ જણાવ્યું હતું કે વર્ષ૧૯૯૯ માં મંડળીના સભ્યપદ ધરાવતા ૪૨૫ ખેડૂતોને ૬૫.૯૬ ટકા વીમો ચુકવવામાં આવ્યો હતો. ત્યારે બાકી રહેલો ૩૪.૪ ટકા વીમાનો કેસ જીતી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા આ વીમો ચૂકવવાનો આદેશ કરાયો છે. જેથી મંડળી હેઠળના વેણાસર, કુંભરીયા અને વેજલપર ગામના ૪૨૫ ખેડૂતોને આગામી અઠવાડીયે પાક વીમો ચુકવવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે જે સભાસદોએ ૨૦૧૮ માં ધિરાણ કર્યું છે તેઓએ પોતાના એકાઉન્ટ નંબર આપવાની જરૂર નથી. બાકીના સભાસદોએ પોતાના એકાઉન્ટ નંબર આપવાના રહેશે.