વાહનો છોડી મુકવાના સરકારના નિર્ણયનો સતાવર પરિપત્ર અને ગાઈડ લાઈન આવવાની બાકી હોય લોકોએ હાલ વાહનો છોડાવવા પોલીસ સ્ટેશને આવવું નહિ અને પોલીસ સામેથી જાણ કરે ત્યારે જ આવવાનું રેહશે : એસપી મોરબી : લોકડાઉન ભંગ બદલ જે વાહનો પોલીસે ડિટેઇન કર્યા હોય તે વાહનો છોડી મુકવા માટે હેડ કોન્સ્ટેબલ ઉપરના પોલીસ કર્મચારીઓને રાજ્ય સરકારે કાર્યવાહી સોંપવાનો આદેશ કર્યો છે. ત્યારે આ બાબતે મોરબી અપડેટ સાથે વાતચીત કરતા મોરબી એસીપીએ એવી સ્પષ્ટતા કરી હતી કે, સરકારના આ આદેશનો હજુ સુધી સત્તાવાર પરિપત્ર કે ગાઈડ લાઈન આવી નથી. આ ગાઈડ લાઈન આવી જશે એટલે ડિટેઇન કરાયેલા વાહનો છોડી મૂકાશે. આથી હાલ લોકોએ પોતાના ડિટેઇન થયેલા વાહનો છોડાવવા માટે જે તે પોલીસ સ્ટેશને ધક્કો કરવો નહીં. મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન ભંગ બદલ પોલીસ જે લોકોના વાહનો ડિટેઇન કર્યા છે, તેને છોડી મુકવા માટે પોલીસને જે સત્તા આપતો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે તે અંગેનો રાજ્ય સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર કે ગાઈડ લાઈન આવશે પછી જ ડિટેઇન થયેલા વાહનો છોડી મુકવાની કાર્યવાહી શરૂ થશે. આથી હાલ લોકોએ પોતાના વાહનો છોડાવવા માટે પોલીસ સ્ટેશને આવવું નહિ. જે લોકોના વાહનો ડિટેઇન કર્યા છે તે લોકોને પોલીસ સામેથી ફોન કરીને બોલાવશે. ત્યારે જ એ લોકોએ વાહનો છોડાવવા આવવાનું રહેશે. સરકાર તરફથી ગાઈડ લાઈન આવ્યા બાદ પોલીસ સામેથી જે તે વ્યક્તિને વાહન છોડાવી જવાની જાણ કરશે ત્યાં સુધી પોલીસ સ્ટેશને આવવું નહિ તેવી પોલીસ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/