રસ્તો સમથળ ન કરાતા ચોમાસા જેવી સ્થિતિ નિર્માણ પામી: છોટા હાથી ફસાતા લોકોએ ભારે જહેમતથી ધક્કા મારી બહાર કાઢ્યુંમોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી પૂર્ણ થયા બાદ ખાડાનું યોગ્ય રીતે બુરાણ કરવામાં આવ્યું નથી. રસ્તો વ્યવસ્થિત રીતે સમથળ ન કરાતા અત્યારે અહીં ચોમાસા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં વાહનોના ટાયર ફસાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, લાતી પ્લોટ 2 માં ઊબડખાબડ અને યોગ્ય બુરાણ વગરનો રસ્તો રાખી દેવામાં આવતા વાહનો ફસાવાની ભારે સમસ્યા સર્જાઈ છે. આજે એક છોટા હાથી વાહન આ રસ્તા પરથી પસાર થતી વખતે ફસાઈ ગયું હતું. વાહનનું પાછળનું ટાયર બરાબર રીતે ન પૂરાયેલા અને પથ્થરો વાળા ખાડામાં ખાબક્યું હતું. વાહન ખાડામાં ફસાઈ જતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને અને વાહનને ધક્કા મારીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તંત્ર દ્વારા યોગ્ય રીતે બુરાણ કે સમથળ રસ્તો ન કરવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. #Morbi #MorbiUpdate #LatiPlot #MorbiNews #RoadIssue #TrafficProblem