રોડની બન્ને તરફ ખાડા ખોદીને યોગ્ય રીતે બુરાણ ન કરતા અકસ્માતનો ભય મોરબી : મોરબીના નટરાજ ફાટક પાસે રેલવે તંત્રએ રોડની બન્ને તરફ કરેલા ખાડાને યોગ્ય રીતે ન બુરતા વાહનચાલકો ઉપર જોખમ તોળાઇ રહ્યું છે. ત્યારે આ મસમોટા ખોદાણને યોગ્ય રીતે બુરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબીના નટરાજ ફાટક પાસે રેલવે તંત્રની ઘોર બેદરકારી કારણે વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ થઈ ગઈ છે. જેમાં નટરાજ ફાટકની બન્ને બાજુએ રેલવે તંત્ર દ્વારા બન્ને બાજુએ ખોદાણ કરવામાં આવ્યું છે. શહેરની દિશાના વાઘજી બાપુના બાવલા તરફના અને સામાકાંઠા તરફ જતા માર્ગને તોડીને ચિરોડી કરવામા આવી છે. રોડ તોડી નાખતા અડધાથી પોણા ફૂટના ખાડા પડી જતા નટરાજ ફાટક પાસે સતત ટ્રાફિક જામ સર્જાય છે. આ ખાડાનું યોગ્ય રીતે બુરાણ ન થતા વાહનોને નુકશાન થવાની સાથે લોકોને ઇજાઓ પહોંચે છે. તેથી મોટો અકસ્માત થાય તે પહેલાં તંત્ર આ બાબતે યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne