નિયમોનુસાર વાહન ધરાવનારે 8 ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી/તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવોમોરબી : મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પુરી પાડવા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકોએ 8 ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવો જેથી બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડી શકાય.મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 5ના બાળકોનું ઘરથી શાળા સુધીનું અંતર એક કિલોમીટરથી વધુ હોય અને ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓનું શાળાથી ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય એવા વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા અને લઈ જવા માટે સમગ્ર શિક્ષા મોરબી દ્વારા ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ અને આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન મળી શક્યુ નથી.વર્ષ 2025-26માં શિક્ષણ વિભાગના તેમજ આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન (પીળી નંબર પ્લેટ વાળું), ફૂલ વીમો અને વાહનનું ફિટનેસ સર્ટિ ધરાવતા વાહન ચાલકો/માલિકોએ તા.8-8-2025 સુધી સવારના 10:30 થી 6:10 કલાક સુધી જિલ્લા પ્રોજેક્ટ કચેરી, હંટર ટ્રેનિંગ હોસ્ટેલ બિલ્ડિંગ, શક્તિ ચોક, મોરબીનો અને દરેક તાલુકાના બીઆરસી ભવન પર રૂબરૂ તેમજ મોબાઈલ નં.6352825147 ઉ૫ર સંપર્ક કરવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.