મોરબી : મોરબી જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ અટકાવવા, વાહન ચોરીના બનાવો ઉપર અંકુશ આવે તેમજ વાહન ચોરીના જુના ગુન્હા ડિટેકટ કરવા માટે અલગ અલગ જગ્યાઓ પર પોઇન્ટ બનાવીને વાહન ચેકીંગ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત બીજી તારીખે કુલ ૪૬૩ વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.જેમાં ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા ૩, ટ્રાફિકને અડચણ રૂપ થાય તેવા ૨ , નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતા ૪, ગેરકાયદે હથિયાર લઈને વાહનમાં નીકળતા ૧ અને આ બાબતોને લઇને ૨૧ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત મોટર વહિલ કાયદાનો ભંગ કરતા કુલ ૬૮ કેસ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત કામગીરીના અંતે કુલ ૧૨૩૦૦ રૂપિયાનો દંડ વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en