વરસાદને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો : લીંબુના ભાવમાં ઘટાડો, વટાણા-મેથીના ભાવ 200 સુધી પહોંચી ગયામોરબી : વરસાદી માહોલ જામતા જ મોરબી શહેર-જિલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. વરસાદને કારણે ખેડૂતો જુના વાવતેર કાઢી નવી વાવણીમા પોરવાઈ ગયા છે. સાથે વરસાદમાં શાકભાજીના પાક બગડવાથી ઉત્પાદ ઘટી જતા હાલમાં બજારમાં શાકભાજીની આવક ઘટતા તેની સીધી જ અસર શાકભાજીના ભાવ ઉપર પડી છે, સપ્તાહ પૂર્વે 50થી 60 રૂપિયે કિલોગ્રામ મળતા શાકભાજી હાલમાં 120થી 150 સુધી પ્રતિકિલો પહોંચી ગયા છે.મોરબી શહેર જિલ્લામાં મુખ્યત્વે અમદાવાદ અને ચોટીલા તરફથી શાકભાજી આવે છે. મોરબી તાલુકાના પાનેલી ગામના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરતા હોય મોરબીની મુખ્ય જરૂરત એક જ ગામમાંથી પૂર્ણ થાય છે. જો કે, છેલ્લા એક સપ્તાહથી મોરબી સહિત રાજ્યભરમાં વરસાદે જમાવટ કરતા તેની સીધી અસર શાકભાજીની આવક ઉપર થઇ છે. વરસાદ બાદ ખેડૂતો વાવણી કાર્યમાં વ્યસ્ત બન્યા છે અને વાડીમાં વાવેલા શાકભાજીનો નિકાલ કરી નાખ્યો હોવાથી પણ શાકભાજીની આવકમાં ઘટાડો થતા શાકભાજીના હોલસેલ અને રિટેઇલ ભાવમાં જબરો વધારો થયો છે. વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થતા ગ્રાહકોની ખરીદી પણ ઘટી છે અને લોકો વરસાદી માહોલમાં લીલોતરીને બદલે કઠોળ વધુ પસંદ કરી રહ્યા છે. હાલમાં બજારમાં ગ્રાહકોની ખરીદી 50 ટકા ઘટી ગઈ હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી તરફ ચોમાસામાં મોટાભાગના લોકો ભજીયાની લિજ્જત માણતા હોય મેથીના ભાવમાં ભડકો થયો છે અને હાલમાં મેથીનું નાનું પુરિયું પણ 50થી 70 રૂપિયામાં વેચાઈ છે. એ જ રીતે કોથમરીના ભાવમાં પણ ઉછાળો આવ્યો હોવાનું સામે આવ્યું છે. મોરબીના શાકભાજીના ઉત્પાદક ખેડૂતો અને વેપારીના મતે શ્રાવણ મહિનામાં નવા શાકભાજીની આવક ચાલુ થયા બાદ જ ભાવ નીચે ઉતરશે.વરસાદમાં શાકભાજીનો પાક બગડયો : ખેડૂતમોરબી જિલ્લામાં પાનેલી ગામે શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, પાનેલી ગામના ખેડૂત ધનજીભાઈ દામજીભાઇ ખાણઘર કહે છે કે, સતત વરસાદને કારણે શાકભાજીના પાકમાં પાણી ચડી જવાથી પાક બગડે છે. સાથે ઉત્પાદન પણ ઘટી જતું હોય શાકભાજીના ભાવમાં ઉછાળો આવે છે. તેઓ ઉમેરે છે કે, બજારમાં વેચાતા શાકભાજીના ભાવથી 50 ટકા ભાવ તેમને મળે છે. હાલમાં પાનેલી ગામના 70થી 80 જેટલા ખેડૂતો શાકભાજી વાવતા હોવાનું તેમને ઉમેર્યું હતું.શાકભાજીના સપ્તાહ પૂર્વેના અને હાલના ભાવશાકભાજીના સપ્તાહ પૂર્વેના ભાવ આજના ભાવફુલાવર 80 160રીંગણ 80 120કોબીજ 30 50મરચા 80 150કારેલા 60 120ભીંડો 60 120ગુવાર 100 160વટાણા 120 200કાકડી 50 100લીલી ડુંગળી 60 120દૂધી 40 80ટમેટા 50 50મેથી 120 200