મોરબી : મોરબીમાં તા.15-5-2025 ને ગુરૂવારના રોજ શ્રી ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા આયોજિત શ્રી ડેલાવાળા મામાદેવનો વીરપુરુષ મહાયજ્ઞ તથા ડાક ડમ્મરનું ભવ્ય આયોજન જુના મહાજન ચોક, સાયન્ટિફિક વાળી શેરી, નવયુગ ગારમેન્ટ પાસે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તા. 15-5-2025 ને ગુરુવારના રોજ સવારે શુભ ચોઘડિયે યજ્ઞપ્રારંભ, બપોરે 12:30 કલાકે યજ્ઞ પુર્ણાહુતી, સાંજે 7 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે ડાકના કલાકારો હરેશભાઈ રાવલ (ટંકારા), ઉમેશભાઈ રાવલ (મોરબી), મિતભાઈ રાવલ (મોરબી) તથા વિરામભાઈ રાવલ (ટંકારા) દ્વારા ડાકની રમઝટ બોલાવવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં સંતો - મહંતો - ભુવા - ભક્તોને આ પંચનું કાર્ય પોતાનું સમજીને પધારવા શ્રી ડેલાવાળા મામાદેવ ગ્રુપ તરફથી ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવાયું છે.