નૂતન સંતનિવાસ યોગી આશ્રમ પ્રાસાદ પ્રવેશનો મંગલમય અવસર યોજાશે: બ્રહ્મતીર્થ સ્વામી સહિતના સંતોની પાવન ઉપસ્થિતિ રહેશેમોરબી: મોરબી મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત BAPS સ્વામિનારાયણ મંદિર, મોરબી 2 ના આંગણે આવતીકાલે 16 જુલાઈ 2026, ગુરુવારના રોજ રથયાત્રાના પરમ પવિત્ર દિવસે વૈદિક મહાપૂજા અને નૂતન સંતનિવાસ 'યોગી આશ્રમ' નો પ્રસાદ પ્રવેશ પ્રસંગ ભક્તિભાવપૂર્વક યોજાશે.પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી યોજાનારા આ દિવ્ય ઉત્સવમાં વહેલી સવારે 5:45 કલાકે વૈદિક મહાપૂજાનો મંગળ પ્રારંભ થશે. આ અવસર બ્રહ્મતીર્થ સ્વામી તથા પૂજનીય સંતોની પાવન સન્નિધિમાં સંપન્ન થશે. મહાપૂજાના સમાપન બાદ તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.આ સુવર્ણ અવસરે મોરબી અને આજુબાજુના વિસ્તારના તમામ હરિભક્તોને સહપરિવાર પધારવા માટે સંતમંડળ વતી સાધુ આત્મકીર્તિદાસ (કોઠારી સ્વામી) તથા સાધુ હરિસ્મરણદાસ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #BAPS #BAPSMorbi #Rathyatra #YogiAshram #MahantSwamiMaharaj #MorbiNews #ReligiousFestival