મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર મકનસર-1 માં મેલેરીયા વિરોધી જૂન માસની ઉજવણીના ભાગરૂપે વાહક જન્યરોગ નિયંત્રણ તથા અટકાયતની કામગીરી અને લોકોમાં જનજાગૃતિ વધે તે માટે પ્રચાર-પ્રસાર (IEC) કરવામાં આવ્યો હતો.આ કામગીરીમાં આયુષ્માન આરોગ્ય કેન્દ્ર મકનસર-1ના કર્મચારી અને આશા બહેનો જોડાયા હતા. મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.વિપુલ કારોલિયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર મકનસર-1ના જુના મકનસરમાં મેલેરીયા વિરોધી જૂન માસની ઉજવણીના ભાગરૂપે વાહકજન્ય રોગ નિયંત્રણ તથા અટકાયતની કામગીરી અને IEC કરવામાં આવી હતી. આ કામગીરીમાં આયુષ્માન આરોગ્ય મંદિર મકનસર-1ના આરોગ્ય કર્મચારીઓમાં MPHW પિયુષભાઈ મકવાણા, FHW મોનીકાબેન ઝણકાટ અને આશા બહેનોમાં હર્ષાબેન મકવાણા તથા મનિષાબેન જોષી જોડાયા હતા. મહત્વનું છે કે, અત્યારે વરસાદની સિઝન શરૂ થઈ હોય ત્યારે આ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે. જેનાથી લોકોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુન ગુનિયા જેવા મચ્છર જન્ય રોગો થવાની શક્યતાઓ ખુબ વધી જતી હોય છે તેથી આ રોગોના નિવારણ માટે સઘન સર્વેલન્સ કરી પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. અને લોકોમાં જનજાગૃતિ વધે તે માટે પ્રચાર-પ્રસાર (IEC) કરવામાં આવ્યો હતો.