મોરબી : જામસર સીઆરસીની વીડી જાંબુડીયા, રાજગઢ અને સમથેરવા પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન એ.પી. જોષી- સરકારી શ્રમ અધિકારી મોરબી જામસર CRC, ચૌહાણ નરેન્દ્રસિંહ એસ- તાલુકા સદસ્ય, કાંજીયા રમેશભાઈ માવુબા ઝાલા તેમજ ગામના સરપંચની ઉપસ્થિતમાં આંગણવાડી,બાલવાટિકા,અને ધોરણ 1 ના બાળકોને દફતર કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.જામસર CRCની તમામ શાળાના બાલવાટિકાના વિદ્યાર્થીઓને 450 જેટલા દફતર કીટ દાતા પ્રવીણભાઈ કુણતિયા દ્વારા આપવામાં આવેલ હતા. શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.