મોરબીના પંચમુખી હનુમાન ટ્રસ્ટ અને સામાજિક કાર્યકર હસીનબેન દ્વારા અંતિમવિધિ કરાઈ મોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા નજીક ઢુંઈ ગામની સીમમાંથી બે દિવસ પૂર્વે અજાણ્યા વૃદ્ધ મહિલાની લાશ મળ્યા બાદ કોઈ વાલી વારસ ન મળતા આજે મોરબીના સેવાભાવી લોકો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વવાણીયા ગામની ઢુંઇ સીમમાંથી એક અજાણી સ્ત્રી આશરે ૬૫ વર્ષના આસપાસની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી તેમના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ સગાંવહાલાં ન મળતા અંતે આજે મોરબી પંચમુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સામાજિક કાર્યકર હસીનાબેન દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.