માળિયા મિયાણા : મોરબી માળિયા પંથકમાં મોટાભાઈના હુલામણા નામથી જાણીતા અને જેમના હૈયામાં હંમેશા આ પંથકનું હિત જળવાયેલું હતુ અને જેઓનો હંમેશા સેવાકાર્યોમાં સહયોગ રહ્યો હતો તેવા સ્વ. ઉદયસિંહ જાડેજાનો પરિવારના નાનકડા બાળકે સ્વતંત્રતા દિવસે પરિવારની દેશભાવનાને આગળ ધપાવવા સૈનિકની વેશભૂષામાં સજ્જ થઈને સ્વતંત્રતા પર્વે અન્ય બાળકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી.સ્વ. ઉદયસિંહ જાડેજાનો પરિવાર એટલે કે તાલુકાના વવાણિયા ગામે આવેલી જયદિપ એન્ડ કુ. પરિવારના નાનકડા બાળક આર્યવિરસિંહ વિશ્વરાજસિંહ જાડેજાએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે સૈનિકની વેશભૂષામાં સજ્જ થઈને દેશભાવના વ્યક્ત કરી હતી. નાનકડા બાળકની દેશ પ્રત્યેની આ ભાવનામાંથી અન્ય બાળકો પણ પ્રેરણા લે તે જરૂરી છે.