રોડ માર્કિંગ, ડીવાઇડર, સ્ટ્રીટ લાઈટ, ડિજિટલ સ્ક્રીન વિથ સ્ટીલ સ્ટ્રકચર, ફૂટપાથ સહિતની સુવિધાઓ હશે : રોડના કામનું ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે ખાતમુહૂર્ત મોરબી : મોરબીના વાવડી રોડને આઇકોનીક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે. આ રોડના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વેળાએ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. મોરબીમાં વાવડી રોડને નિર્મળ ગુજરાત 2.0 યોજના અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા આઇકોનીક રોડ તરીકે ડેવલોપ કરવામાં આવનાર છે. જેની પાછળ રૂ.1.02 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ રોડ ઉપર રોડ માર્કિંગ, ડીવાઇડર, સ્ટ્રીટ લાઈટ, ડિજિટલ સ્ક્રીન વિથ સ્ટીલ સ્ટ્રકચર, ફૂટપાથ સહિતની સુવિધાઓ હશે. આ રોડનું કામ અંદાજે 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.આ કામનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે બાકીના રોડના ડેવલોપમેન્ટ અંગે પણ મહાનગરપાલિકા દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્ય સરકારને પણ સારી ગ્રાન્ટ આપવા બાબતે રિકવેસ્ટ કરવામાં આવી છે. રાજ્ય સરકારનો પણ આ બાબતે સારો સપોર્ટ છે એટલે વિકાસકામો વેગવંતા બનશે.