મોરબી : મોરબીની ભરતનગર શાળામાં બાળકો દ્વારા આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ ઘરના વડીલોનું પૂજન કર્યું હતું. આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા અને પિતાને દેવનું સ્થાન આપવામાં આવ્યું છે.તેમને માતૃદેવો ભવ: અને પિતૃદેવો ભવ:નું સન્માન આપવામાં આવે છે.તો આવા દેવ સમાન માતા-પિતાનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ બને છે.આજના દિવસે ભરતનગર શાળાના નાના ભૂલકાઓએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા ઘરના વડીલોનું પૂજન કર્યું હતું. તેમણે માતા-પિતાને કુમકુમ લગાવી,આરતી ઉતારી અને ચરણસ્પર્શ કરી અનોખી પહેલ કરી હતી.