મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલી સંત કબીર વાટીકા સોસાયટીમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને મંદિરના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના નાની વાવડી રોડ પર સમજુબા વિદ્યાલય પાછળ આવેલ સંત કબીર વાટીકા સોસાયટીમાં શિવરાત્રીના પાવન પર્વ પહેલા આજ સોમવારના રોજ વટેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને મંદિરમાં દાન આપનાર વિવિધ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સોસાયટીના પ્રમુખ વિવેકભાઈ સોલંકી તથા વડીલો, યુવાનો તથા વાટિકા સોસાયટી મિત્ર મંડળે ખૂબ જહેમત ઉઠાવી કાર્ય યોગ્ય રીતે પૂરું પાડેલ તેમ યાદીમાં જણાવેલ છે.