સપ્ટેમ્બરમાં ઓનલાઇન યોજાયેલ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર હળવદ: ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની ચૂંટણી યોજાઈ હતી જેમાં 18 થી 35 વર્ષ સુધીના યુવાનો-યુવતીઓએ પોતાના મનગમતા ઉમેદવારને વોટ આપ્યા હતા જેનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં 64-ધાંગધ્રા-હળવદ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે વાસુદેવભાઈ પટેલની 384 મતે ભવ્ય જીત થઇ છે. હળવદ પાલિકાના સદસ્ય વાસુદેવ ભાઈ પટેલ સહિત 4 કોંગ્રેસના કાર્યકર્તાઓ 64ધાંગધ્રા-હળવદ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પદમાં દાવેદારી નોંધાવી હતી જેનું ઓનલાઈન વોટિંગ સપ્ટેમ્બર મહિનામાં થયું હતું. જેમાં ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થતા સૌથી વધુ 1123વોટ વાસુદેવભાઈ પટેલને મળ્યા હતા. જ્યારે બીજા નંબરે ધાંગધ્રાના ભાવેશભાઈ પટેલને 739 વોટ મળ્યા હતા તેમજ ત્રીજા નંબરે હળવદના મિલનભાઈ કાવરને 384 વોટ મળ્યા હતા જ્યારે અન્ય એક ઉમેદવારને 29 વોટ મળ્યા હતા જેથી ધાંગધ્રા-હળવદ યુથ કોંગ્રેસની પ્રમુખપદની ચૂંટણીમાં સૌથી વધુ વાસુદેવભાઈ પટેલને 1123 વોટ મળ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..