મોરબી : માળીયા તાલુકાના વર્ષામેડી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળવાટીકાથી ધોરણ 8 સુધીના તમામ બાળકો માટે શિવાય ઓપ્ટોમેટ્રી ક્લિનિક મોરબીના સહયોગથી શાળાના તમામ બાળકોની આંખ નુ ચેક અપ ડો.સુરજ ભાઇ ઝાલા દ્વારા કરવામાં આવ્યુ હતુ. ચેક અપ દરમ્યાન 12 જેટલા બાળકોને નંબર તેમજ આંખને લગતી બિમારીનું નિદાન કરવામાં આવ્યુ હતુ. નંબર વાળા બાળકો માટે ચશ્માંની વ્યવસ્થા શાળા પરીવાર દ્વારા કરવામાં આવી તેમજ કેમ્પ પૂરો થયા બાદ શાળાના ભુતપુર્વ શિક્ષકો દ્વારા બાળકો માટે હળવા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ડો.સુરજભાઇ ઝાલાનો શાળા પરીવાર તેમજ ગામવતી ખુબ ખુબ આભર વ્યકત કરવામાં આવ્યો હતો.