મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સાંજ પડે અને મેઘરાજા હાજરી પુરાવા આવી જાય છે. આજે બુધવારે પણ રાત્રીના મેઘરાજાએ હાજરી પુરાવી હતી અને મોરબી જિલ્લામાં રાત્રીના 10થી 12 વાગ્યા સુધીમાં ટંકારા સિવાય તમામ તાલુકામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બુધવારે રાત્રીના 10થી 12 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત મોરબી : 16 mm માળીયા : 14 mm હળવદ : 21 mm વાંકાનેર : 10 mm નોંધ : 25 mm એટલે એક ઇંચ વરસાદ ગણાય