મોરબી : મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વહીવટી વિભાગ ખાતે હિરેન વડુગરની સિનિયર ફૂડ સેફ્ટી અધિકારી તરીકે નિમણુંક થતા વરિયા પ્રજાપતી સમાજના પ્રતિનિધિ મંડળે શુભેચ્છા મુલાકાત લીધી તેમજ અભિનંદન પાઠવ્યા હતા. સાથે તેઓ હોદા તથા આવડતથી લોક હિતાર્થે સારામાં સારૂ કાર્ય કરે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. આ વેળાએ અધિકારીએ પણ સમાજના પ્રતિનિધિ મંડળને આવકારી પોતાના હૃદયના ભાવ તથા સમાજ તરફેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને સમાજના યુવાનોને જ્યાં પોતાના થકી ઉપયોગ થઇ શકાય તે સેવા કરવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.