CA માર્ગદર્શક સેમિનાર અને 'રીસ્પોન્સિબલ કોર્પોરેટ ચેમ્પિયન્સ' ઇવેન્ટ યોજાઈમોરબી અપડેટ : મોરબીની નામાંકિત પી.જી. પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં કોલેજમાં ખાસ વિદ્યાર્થીલક્ષી ઇવેન્ટ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.પી.જી. પટેલ કોલેજ અને જે.કે. શાહ ક્લાસીસના સંયુક્ત ઉપક્રમે CA નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિશેષ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે જે.કે. શાહ ક્લાસીસના ગુજરાતના એકેડેમિક હેડ પ્રોફેસર વિપુલ ગેડિયા વડોદરાથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે CA ના અભ્યાસમાં વિદ્યાર્થીઓને વાલીઓ તરફથી ઘરમાં કેવું વાતાવરણ મળવું જોઈએ અને માતા-પિતાએ શું કાળજી રાખવી જોઈએ તે અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં CA નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.અન્ય એક ઇવેન્ટમાં કોલેજના BBA મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા 'Responsible Corporate Champions' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ કોર્પોરેટ કક્ષાના વિવિધ પ્રેઝન્ટેશન્સ રજૂ કર્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને CA બંસી મીરાણી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહેલા વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.હાલ ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ પી.જી. પટેલ કોલેજ દ્વારા ટૂંક સમયમાં જ એક વિશેષ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે, જેની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે કોલેજમાં હાલ CA ના ઉત્તમ કોચિંગની સાથે GPSC ની તૈયારી માટેના વર્ગો પણ કાર્યરત છે, જેના દ્વારા અનેક વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ કેરિયર ઘડી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #PGPatelCollege #MorbiEducation #CASeminar #Morbi