ચાવડા પરિવાર દ્વારા સદગતના સ્મરણાર્થે કથાનું આયોજન મોરબી : જુના નાગડાવાસ ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું. સપ્તાહ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા. ચાવડા પરિવાર દ્વારા સદગતના સ્મરણાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુના નાગડાવાસ ગામમાં સ્વ. જયદીપ ઉગાભાઇ ચાવડાના સ્મરણાર્થે ચાવડા પરિવાર દ્વારા ગત તા. 6થી 12 દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લાલજી મહારાજએ કથાનું રસપાન કરાવ્યું હતું. શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ધાર્મિક ઉપાસનાની સાથોસાથ વિવિધ સામાજિક કાર્યો પણ હાથ ધરવામાં આવેલ હતા. જેમાં કદમ્બનાં 300 તથા અન્ય 700 રોપા સાથે કુલ 1000 રોપાઓનું વિતરણ, વ્યસનમુક્તિના પ્રચારાર્થે સંકલ્પ કેન્દ્ર રાખવામાં આવેલ હતું. જેમાં કથાપાન કરવા આવતાં ભક્તો દ્વારા અનેક સંકલ્પો કરવામાં આવેલ હતા. ચકલીના માળાઓનું વિતરણ, ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જુના નાગડાવાસ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવેલ છે. બંસી યુવા ગ્રુપ નાગડાવાસ દ્વારા જરુરિયાતમંદ લોકો માટે વસ્ત્રો એકત્ર કરી લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચાવડા પરીવાર દ્વારા જુના નાગડાવાસ તથા નવા નાગડાવાસની બાળાઓને સોનાના દાણાનું દાન કરેલ હતું. આમ, વિવિધ સામાજિક કાર્યો કરી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ખરા અર્થમાં મહત્વ વધાર્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..