મોરબી : મોરબીના જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓની સાથે દર્દીઓને ટિફિન સેવા આપવામાં આવી રહી છે. મોરબીના જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કંચનબેન ડી. ભટ્ટી, દીપકભાઈ ભટ્ટી, મનીષભાઈ ભટ્ટી તથા સંચાલક વિશાલભાઈ એમ. મકાણી મોરબીની તમામ હોસ્પિટલમાં બપોરે અને સાંજે ફ્રી ટિફિન સેવા તથા જરૂરિયાતમંદ લોકોને ફ્રી ટિફિન સેવા આપી રહ્યા છે. તેમજ તેઓએ બેઠા પુલ, મયુર બ્રિજ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ગોદડાં અને કપડાંનું વિતરણ કરેલ છે. અને જલારામ બાપા ચેરીટેબલ ટ્રસ્ટમાં સેવા આપી રહેલા બહેનોના હસ્તે કપડાં વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw