મોરબી : મોરબીના કાદેરીયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા અયોધ્યા મહોત્સવ નિમિત્તે આવતીકાલે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આનંદ ઉત્સવના વિવિધ અવસરોમાં આવતીકાલે સવારે 8:30 કલાકે શોભાયાત્રા, 9:00 કલાકે ધૂન મંડળ, બપોરે 12:00 કલાકે મહાઆરતી, તથા 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરનો સર્વે ધર્મપ્રેમીઓને લાભ લેવા કાદેરીયા હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવભર્યુ આમંત્રણ અપાયું છે.