ત્રિલોકધામ મંદિરે મહાયજ્ઞ, મહાપ્રસાદ અને સાંજે કેક કટિંગ સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજનમોરબી: મોરબીમાં કુબેરનગર, નવલખી રોડ પર આવેલા ત્રિલોકધામ મંદિર ખાતે શનિશ્ચવરાય જયંતિ નિમિત્તે શનિજયંતિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્રિલોકધામ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાશે.શનિ જયંતિના શુભ દિવસે ત્રિલોકધામ મંદિર ખાતે વહેલી સવારથી કૃષ્ણ દરબાર, રામ દરબાર, શિવ દરબાર તેમજ શનિ મહારાજ તથા નવગ્રહ ભગવાનના વસ્ત્ર આભૂષણ તથા ધ્વજારોહણના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારબાદ 11 કુંડી 33 કોટી મહાયજ્ઞ, જેમાં 33 યજમાન દ્વારા પુણ્ય પ્રાપ્તિ માટે આહુતિ આપવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખા: • મહાયજ્ઞ પ્રારંભ: સવારે 07:30 કલાકે • મહા પ્રસાદ: બપોરે 11:00 કલાકે • બિડું હોમ: બપોરે 12:00 કલાકે • મહા આરતી: સાંજે 06:15 કલાકે (ઢોલ, નગારા, ત્રાસા અને શરણાઈના નાદ સાથે) • કેક કટિંગ: શનિદેવ મહારાજનો જન્મોત્સવ હોવાથી સાંજે વિશેષ કેક કટિંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા માટે ત્રિલોકધામ સેવા આશ્રમ ટ્રસ્ટ (સમિતિ) દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #ShaniJayanti #Festival #ReligiousNews #MorbiUpdate