મોરબી : ગુરૂનાનક દેવ સાહેબનું મહાન ગુરુ પરબ ૫૫૦મો પ્રકાશ દિવસ નિમિતે આગામી તા.૧૨ને મંગળવારના રોજ મોરબીમાં સિંધી સમાજ દ્વારા ધાર્મિક મહોત્સવ યોજાશે. જેમાં વિવિધ કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાશે. ગુરુનાનક દેવ સાહેબનું મહાન ગુરુ પરબ ૫૫૦મો પ્રકાશ દિવસ આગામી તા. ૧૨ના રોજ યોજાનાર છે ત્યારે વિવીધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના ૪ કલાકે પ્રકાશ સાહેબ, નીતનેમ, આશાદિ વાર –કીર્તન અને સવારે ૫:૩૦ કલાકે અમ્રિતવેલાની અરદાસ થશે. તેમજ સવારના ૧૦:૩૦ કલાકે કીર્તન, બપોરના ૧૨ કલાકે લંગર પ્રસાદ - અખૂટ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ પર સાંજે ૪:૩૦ કલાકે ગુરુનાનક સાહેબની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ગુરુનાનક દરબાર સિંધ ભવનથી પ્રસ્થાન કરશે. તો રાત્રીના ૧૦થી ૧૨:૩૦ સુધી વિનુભાઈ જાંગીયાણી જામનગરવાળા ભગત સાહેબનો કાર્યક્રમ અને રાત્રે ૧:૨૦ કલાકે શ્રી ગુરુનાનક દેવ સાહેબના જન્મ સમયે ફૂલોની વર્ષા-આતિષબાજી તેમજ રાત્રે ૨ કલાકે સમાપ્તિ સમયે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક મહોત્સવનો લાભ લેવા શ્રી ગુરુનાનક દરબાર સિંધુ ભવન, મોરબી અને સર્વ સિંધી સમાજ દ્વારા જ્ઞાતિજનોને નિમંત્રણ પાઠવ્યું છે.