હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલા માં રાજલધામ ખાતે અન્નક્ષેત્ર ગૃપ તથા માર્બલ ગૃપ દ્વારા મહાસુદ પુનમની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 24ને શનિવારે 21 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા. 23ને શુક્રવારે રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેશ બારોટ, સાગરદાન ગઢવી, વિજયભા ગઢવી (કવિ કાન), દિવ્ય પટેલ, મુકેશદાન તેમજ ઉમેશ પરમાર એન્ડ ગૃપ સાથે કલાકારો ઉપસ્થિત રહી સંગીતના સથવારે ભજનો પ્રસ્તુત કરશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોને ઉપસ્થિત રહેવા રાજલ અન્નક્ષેત્ર તથા માર્બલ ગૃપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.