મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા મોરબી ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા મથકે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેનરો, પેમ્પ્લેટો, શેરી નાટકો, ગ્રામસભા, સેમિનાર તથા સ્કુલ કોલેજમાં નિબંધ, વકતૃત્વ સ્પર્ધા યોજાશે.મોરબી પીજીવીસીએલ દ્વારા તા. 11 થી 16 ડિસેમ્બર સુધી ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત તા. 14 ડિસેમ્બરના સવારના 9:30 કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડ થી ગેંડા સર્કલથી મયુર પુલથી નગર દરવાજાથી રવાપર રોડથી નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સલામતી તથા ઊર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું જન જાગૃતિ માટે વિતરણ કરવામાં આવશે. તેમ મોરબી વર્તુળ કચેરી અધિક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે.