મોરબી : મોરબી રાવળદેવ સમાજ તેમજ રાવળદેવ યુવા સંગઠન દ્વારા સમાજના સંત રતનદાસબાપુની તા.૨૨ ઓગસ્ટના રોજ પૂર્ણયતિથિએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંત રતનદાસબાપુની તા.૨૨ ઓગસ્ટના રોજ પૂર્ણયતિથિએ ૧૨ વાગ્યે મોરબીની રાવળ શેરીના નાકેથી સામાકાંઠે મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમ સુધી શોભાયાત્રા યોજાશે. તેમજ મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમ ખાતે રાવળ દેવ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ તેમજ મહાપ્રસાદ યોજાશે. આ કાર્યકમોનો રાવળ દેવ સમાજને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.