મોરબી : અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવવાની છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસની ધામધૂમથી ઉજવણી કરવા માટે મોરબી તાલુકાના ભરતનગર ગામમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.22ના સવારે 7 કલાકે ગામના નવા પ્રવેશદ્રારનું ઉદધાટન કરવામાં આવશે ત્યારબાદ સવારે 9 કલાકે સંપૂર્ણ ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. તેમજ સવારે 11:15 કલાકે વક્તાનું વકતવ્ય અને કાર સેવકોનું સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરના 12:22 કલાકે મહાઆરતી અને સાંજે 6 કલાકે મહાપ્રસાદ, રાત્રે 8 કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતનગર ગામના દરેક પરિવારને આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.