ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ, સાવડી, લજાઈ, નેસડા (ખા.) સહિતના ગામોમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત મેડિકલ નિદાન કેમ્પ, લેબોરેટરી કેમ્પ, જનજાગૃતિ અભિયાન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જનજાગૃતિ અભિયાનમાં માનસિક રોગો, ડાયાબિટીસ, બી.પી., કેન્સર જેવા ગંભીર રોગો ના થાય તેમજ તેની સારવાર સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમો દરમિયાન તાલુકા પંચાયત સદસ્યો નેકનામ ખાતે રસીલાબેન ભોરણીયા, સાવડી ખાતે વિજયભાઈ ઢેઢી તેમજ અન્ય ગામોમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવાડિયા, તાલુકા હેલ્થ સુપર વાઇઝર હિતેશ પટેલ સહિતના સભ્યો દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274