16 થી 18 જુલાઈ દરમિયાન શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ સહિત 16 સ્થળોએ તણાવમુક્તિ અને રાજયોગનું અપાયું માર્ગદર્શનમોરબી: વર્તમાન સમયમાં અનિશ્ચિતતા અને તણાવભર્યા વાતાવરણ વચ્ચે માનસિક શાંતિ માટે રાજયોગ અને ધ્યાનનું મહત્વ ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. આ જ ઉદ્દેશ્ય સાથે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ-વિદ્યાલય દ્વારા સમાજમાં શાંતિ અને સદ્ભાવનાનો પ્રસાર કરવા માટે મોરબીમાં 16, 17 અને 18 જુલાઈ દરમિયાન 'શાંતિ અને સદ્ભાવના સંકલ્પ યાત્રા' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ સંસ્થાની 25 પાંખો પૈકીની એક SAT (શિપિંગ, એવિએશન અને ટુરિઝમ) વિંગ દ્વારા આ યાત્રા મોરબી ખાતે પહોંચી હતી. આ અંતર્ગત મોરબીની વિવિધ શાળાઓ, કોલેજ, જેલ તેમજ અલગ-અલગ સરકારી કચેરીઓ સહિત કુલ 16 સ્થળોએ આધ્યાત્મિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં નવયુગ કોલેજ, સિનિયર સિટીઝન પ્રોગ્રામ, કન્યા છાત્રાલય, શિવ વ્હીલ-સ્લીપ્સ કંપની, બ્લુઝોન સિરામિક કંપની, DDO ઓફિસ, શિશુમંદિર બાલવાટિકા અને સ્કૂલ, પોલીસ ઓફિસર્સ તેમજ યોગા ટ્રેનર્સ સાથે ખાસ બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત ન્યાયમંદિર, લાયન્સ એન્ડ સદભાવ ક્લબ, ઇન્ડિયન મેડિકલ અને આયુષ એસોસિએશનના ડોક્ટર્સ, મહાનગરપાલિકા ઓફિસ તેમજ કલેક્ટર ઓફિસ ખાતે 'સકારાત્મકતાની સફર', 'ઇમોશનલ ફિટનેસ', 'મેન્ટલ વેલનેસ', 'હોલિસ્ટિક હેલ્થ' અને 'રાજયોગ' જેવા વિવિધ વિષયો પર પ્રેરણાદાયી પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા.આ તમામ કાર્યક્રમોનું સફળ આયોજન બ્રહ્માકુમારીઝ મોરબીના ઇન્ચાર્જ બી.કે. અલ્કા દીદી, બી.કે. ઉષા દીદી, બી.કે. નિમિષા દીદી અને બી.કે. જુલી દીદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગદર્શન આપવા માટે અમદાવાદથી બી.કે. ભારતીબહેન, બી.કે. તેજલ દીદી તેમજ બોમ્બેથી બી.કે. ઉજ્જવલા દીદી, બી.કે. પ્રશાંતિ દીદી અને આબુથી બી.કે. સંતોષ ભાઈ ખાસ મોરબી આવ્યા હતા. તેમણે મોરબીના વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન્સ, પોલિસ, વકીલો, રીટાયર્ડ, કંપનીના કર્મચારીઓ, શિક્ષકો, વકીલો, ડોક્ટર્સ તેમજ કલેક્ટર, DDO સહિતના ઉચ્ચ અધિકારીઓને રાજયોગના માર્ગદર્શન સાથે જીવનમાં પોતાના કર્મ, વ્યવહાર અને સંસ્કારને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રેરણાદાયી ગાઈડન્સ પૂરું પાડ્યું હતું.#Morbi #MorbiUpdate #BrahmaKumaris #SankalpYatra #Rajyoga #Meditation #StressRelief #SpiritualAwareness #MorbiNews #SocialActivity