મોરબી : ABVP મોરબી શાખા દ્વારા બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ 6 ડિસેમ્બર નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પઅર્પણ કરાયું હતું. તેમજ પ્લે કાર્ડ અને પત્રિકા વિતરણ દ્વારા સામાજિક સમરસતાના સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ સોશીયલ મીડિયામાં બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા વિષય પર લાઈવ સેશન યોજાયું હતું. આમ, ABVP દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તા. 6 ડિસેમ્બર એટલે કે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને ABVP સામાજિક સમરસતા દિવસ તરીકે મનાવે છે અને સમગ્ર દેશમાં બાબા સાહેબના વિચારો પહોંચાડે છે. ત્યારે ABVP મોરબી શાખા દ્વારા શહેરનાં ગાંધી ચોક નજીક નગરપાલિકા પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ પ્લે કાર્ડ દ્વારા સામાજિક સમરસતાના સંદેશ આપવામા આવ્યા હતા. વધુમાં, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સમરસતા સંદેશની પત્રિકા વહેચવામાં આવી હતી. તેમજ રાત્રે 8 વાગ્યે ABVP મોરબીના ફેસબૂક તેમજ ઈન્સ્ટાગ્રામ પેજ પર RSSના પ્રચાર પ્રમુખ એડવો. રાજેશભાઈ બદ્રકિયાનું 'બાબા સાહેબ આંબેડકર - બંધારણના ઘડવૈયા' વિષય પર લાઈવ સેશન રાખવામાં આવ્યું હતું.