મોરબી : મોરબી તાલુકાના ઊંચી માંડલ પ્રા. શાળા અને અદેપર પ્રા. શાળામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરી માટી મેરા દેશ અંતર્ગત ઊંચી માંડલ પ્રા. શાળામાં શિલા ફલકમની અનાવરણ વિધિ, વસુધા વંદન, વીર વંદન, ગામના નિવૃત્ત આર્મીમેન રવજીભાઈ કુંડારીયા, નિતીનભાઈ સોરીયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ તકે ઊંચી માંડલ ગામના સરપંચ રવિરાજસિંહ પરમાર, શાળાના આચાર્ય ધનજીભાઈ કુંડારીયા, ગ્રામસેવક મહિપતસિંહ ચિત્રા, ઉપસરપંચ મનજીભાઈ સોરીયા, ગંભીરસિંહ પરમાર તેમજ શાળાના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે અદેપર પ્રા.શાળામાં પણ શિલા ફલકમનું સમર્પણ , પંચપ્રાન પ્રતિજ્ઞા , વસુધા વંદન , વિરો કા વંદન અને ધ્વજવંદન રાષ્ટ્રગાન તેમજ અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલાની હાજરીમાં ગ્રામસભા વગેરે બહુવિધ કાર્યક્રમ યોજાયા. આ તકે વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત રિટાયર્ડ આર્મી મેન પ્રવિણસિંહ ઝાલા , કિશોરસિંહ ઝાલા અને દિપકસિંહ ઝાલાનું પરંપરા મુજબ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.