મોરબી : મોરબીના ગાંધી તરીકે જેમની ઓળખ હતી તેવા મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ, વિદ્યોતેજક મંડળ તેમજ સતવારા જ્ઞાતિના પ્રમુખ અને મોભી તેમજ રાજકોટ જિલ્લા અને ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓ તેમજ વિવિધ સંસ્થાઓમાં સેવા આપનાર મોરબી- માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોકળદાસ પરમારની આજે બીજી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા. સ્વ.ગોકળદાસ પરમારની બીજી પુણ્યતિથિ નિમિતે વિદ્યોતેજક મંડળ સંચાલિત દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલના પટાંગણમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમિ પૂજન કબીરધામના મહંત શિવરામબાપુ, પ્રમુખ, ટ્રસ્ટી ગણ સાથે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ટંકારા- પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા,વિવિધ સમાજના આગેવાનો , હાઈસ્કૂલનો ટીચિંગ- નોન ટીચિંગ સ્ટાફ ,ભાઈ -બહેનનો વગેરે હાજર રહયા હતા. સાથે જ મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના ઉપક્રમે ખાદી કાર્યાલયના પટાંગણમાં સ્વ.ગોકળદાસ પરમારના સ્ટેચ્યુને પ્રમુખ, મંત્રી, સભ્યો, કાર્યકરો, વિદ્યાર્થીઓ દ્વારા સુતરની આટી પહેરાવી આર્ટ ગેલેરીમાં પ્રાર્થના કરી, રામધૂન બોલી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.